સ્વાંગ ૭ મો

લક્ષ્મી નાટક

ભમરો ઉડે રંગ મોહોલમાં રે,ગડેડે નગારાની ઠોર;⁠લખમીબાઈની જાનમાં રે. ૧

દાદા વીના કેમ ચાલશે રે?દાદોજી ધીરસિંહ હોય;⁠લખમીબાઈની જાનમાં રે. ૨

કાકા વીના કેમ ચાલશે રે?કાકો દાજીભાઈ સાથે;⁠લખમીબાઈની જાનમાં રે. ૩

કાકી વીના કેમ ચાલશે રે?કાકી ફાતમાબાઈ હોઅ;⁠લખમી બાઈની જાનમાં રે ૪

ગોરજી વીના કેમ ચાલશે રે?ગોરજી શાસ્ત્રી બાવો સાથ;⁠લખમીબાઈની જાનમાં રે ૫

વિકલ વીના કેમ ચાલશે રે ?વિકલ ભાઈચંદભાઈ સાથ;⁠લખમીબાઈની જાનમાં રે. ૬

ચાડીયા વીના કેમ ચાલશે રે ?ચાડીયા દેસાઈભાઈ હોય;⁠લખમીબાઈની જાનમાં રે. ૭

કળદેવ વીના કેમ ચાલશે રે ?કળદેવ હમાનભાઈ હોય;⁠લખમીબાઈની જાનમાં રે. ૮

ભંગીઆ વીના કેમ ચાલશેરે, ?ભંગીઓ દરિદ્રભાઈ હોય;⁠લખમીબાઈની જાનમાં રે. ૯

માનવનુંમન તેનટવો. તનમાં રહિ નૃત્યકરે ત્રયકાળ;વેશ કદાપિ નરેશતણો ધરિદેશ અશેષ કરે પ્રતિ પાળા;રંક બની દિ શંક ધરે ળિ વૃદ્ધ જુવાન બને દિ બાળા;પંડિતલોક અખંડ જુવે નર પીંડ મનોહર નાટકશાળા, ૧

Comments

Loading comments…