આણાં

રાસતરંગિણી

મીઠો વરસે માવલડીનો મેહ જો,નહાશું એનાં ઝરમર ઝરતાં નીરમાં;તજશું ઊંડો અંતરનો પરિતાપ જો,શીતળતાની ભરશું હેલ શરીરમાં.

સામો મળાશે સાહેલીનો સાથ જો,આંખલડીના આંસુ આદર આપતાં;વાતલડીનો વધતો વેગ વિશાળ જોમીઠા કૈંક મનોરથ મનમાં મહાલતા.

વસમી લાગે ભવની લાંબી વાટ જો,મહિયરને મારગડે શીળી છાંયડી;પળ-પળ પીવાં કૈંક જમતનાં ઝેર જો,માડીના કરમાંય સજીવન સાગઠી.

Comments

Loading comments…