કોયલ બહેની

રાસતરંગિણી

કેાયલ બહેની( શે'રનો સુબો ક્યારે આવશે રે : એ ઢાળ)

વાગે વધાઈ વસન્તની રે,ફૂલડે ઊડે એની ફોર રે, કોયલ બહેની !એક 'કુહૂ' કર અાજતું રે.

મ્હોરી લતા કંઈ માંડવે રે,મીઠો અાંબલિયાનો મ્હોર રે, કોયલ બહેની ! એક૦

વન વન વેણ વિહંગનાં રે,ઘર ઘર ગાજતાં ગાન રે, કોયલ બહેની ! એક૦

સૂનાં લાગે સહુ એ સખિ ! રે,પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બહેની ! એક૦

આજ કળી ઉઘડી રહે રે,ઉઘડે અબોલણ ઉર રે, કોયલ બહેની ! એક૦

અંતર એમ ઉધાડજે રે,સંતાડ્યા છેડજે સૂર રે, કોયલ બહેની ! એક૦

અાજ રહે ક્યમ રૂસણાં રે,આજ થવાં શાં ઉદાસ રે, કોયલ બહેની ! એક૦

ઊભી સખી આવી અાંગણે રે,પ્રેમનો કરજે પ્રકાશ રે, કોયલ બહેની ! એક૦

કાલ્ય વસન્ત વહી જશે રે,આભમાં ઉડશે આગ રે, કોયલ બહેની ! એક૦

આવશે મેઘ આષાઢનો રે,વીજળી પામશે વાજ રે, કોયલ બહેની ! એક૦

દાદુરનાદ ડરાવશે રે,ઝિલ્લી તણા ઝણકાર રે, કોયલ બહેની ! એક૦

માન ત્યારે મન રાખજે રે,અવર તણે અધિકાર રે, કોયલ બહેની ! એક૦

આજ રાણી તું તો રાગની રે,સૌરભને શણગાર છે, કોયલ બહેની ! એક૦

વેદઋચા તું વસન્તની રે,ધીમી સુધા કેરી ધાર રે, કોયલ બહેની !એક 'કુહૂ' કર અાજનું રે

Comments

Loading comments…