ઝેર
રાસતરંગિણી
(પૂજું ગણપતિના પાય ( ૨ )પૂજું અંબિકાની પાવડી રે લોલ–એ ઢાળ)
હું તે આંગણિયે આજ (૨)ફુલ વેલીનાં વીણતી રે લોલ;
એની શીળી સુવાસ (૨)હૃદય રીઝીને ઝીલતી રે લોલ.
ડસ્યો કાળુડો નાગ (૨)એક આવીને આકરો રે લોલ;
આવે અન્ધારી આંખ (૨)જવા ઊડે શો જીવડો રે લોલ ?
કરે સાસુ કલ્પાન્ત (૨)જોઈ જેઠાણી ઝૂરતાં રે લોલ;
રૂએ દેરાણી રાંક (૨)ઊનાં આંસુડાં લૂછતાં રે લોલ.
કરે કૈં કૈં ઉપાય (૨)જેઠ ઉરની ઉતાવળે રે લોલ;
હઠે જરીએ ના ઝેર (૨)એ ઊંડેરું ઊતરે રે લોલ.
આવ્યો જોગી ત્યાં એક (ર)દેવ જેવો દેખાવડો રે લોલ;
છાંટયાં નેનામાં નીર (૨)એક ટહૂકો કશો કર્યો રે લોલ.
ગયાં ઝડપેથી ઝેર (ર)હું તો ઝબકીને જાગી ગઈ રે લોલ;
એના ઊંંડા કૈં ભેદ (૨)પાય પડતી પૂછી રહી રે લોલ.
“આવ્યા કયાંથી અવધૂત ?(૨)“જટા અા શી શિરે ધરી રે લોલ ?
“આવી જાદુની જાણ (૨)“હાથ કયાંથી કહો કરી રે લોલ?
“ઘેલી ઘેલી હો નાર ! (૨)“ગઈ ભૂલી શું ભીંતડી રે લોલ ?
“દીધાં દાદાએ દાન (૨)“પેલા માંડવની પ્રીતડી રે લોલ.
“હથેવાળાનાં હેત (ર )“ચાર મંગળ ચેારીતણા રે લોલ;
“ભાવભીનાં એ ભેખ (ર)“એ જ કામણ કેાડામણા રે લોલ."
અહો ! દ્વેષીલા ડંખ (૨)હશે આવા અજુગતા રે લોલ ?
જગતજૂનાં એ ઝેર (૨)ભાન આવું ભૂલાવતાં રે લોલ ?
Comments
Loading comments…