દેવર
રાસતરંગિણી
(કોઈ વારોને નન્દના કુંવરને–એ ઢાળ )મારી વાડી ફુલી ફુલવેલીએ,માંહિ મોગરો એક અમેાલ રે,દેરીડો સખિ! મનમીઠડો;દીપે ડોલરિયે કુળદીવડો,એના ફૂલ શા બાલુડા બોલ રે, દેરીડો૦
એ તે તારલિયો અમ આભનો,ઝીણા તેજભર્યો ઝળકાય રે; દેરીડો૦એ તે કુણો કમળ કેરો ડોડવો,મારા મીઠા સરોવરમાંય રે. દેરીડો૦
અભિલાખભરી એની અાંખડી,એને મોઢડે મહેકે મીઠાશ રે; દેરીડો૦માંહિ શોભે શરમ કેરા શેરડા,ભેળા ઉરના શા ઉજળા ભાસ રે ! દેરીડો૦
એ તો ભમરો ઊડે અમ આંગણે,કાંઈ ગુંજન ઝીણલાં ગાય રે, દેરીડો૦મને 'ભાભી' ના બોલે બેલાવતાં;કેવાં ભીનાં વદન ભરાય રે ! દેરીડો૦
હું તો વીરવિજોગણ ઝૂરતી,ઉર વહાલ રહ્યું ઉભરાઈ રે; દેરીડો૦એ તો દિયર તણે દિલ રેડતાં,મારા હૈયામાં હરખ ન માય રે ! દેરીડો૦
એને નાનીશી લાકડી લાવશું,એના કુમળા પૂરશું કોડ રે; દેરીડો૦જળ ભરવા જશું અમે સંગમાં,જગ રીઝશે જોઈન જોડ રે. દેરીડો૦
અણખીલી એની ઉરપાંખડી,અમે ખીલવશું દઈ ખાત રે. દેરીડો૦ભવ૫ન્થ બતાવશું ભાવથી,રાખી અાંગળીએ દિનરાત રે. દેરીડો૦
Comments
Loading comments…