પનઘટ
રાસતરંગિણી
(સખિ ! પાવાની પણ પ્રીત ગતમત્ય ભૂલી રે–એ ઢાળ.)
સખિ ! પનધટનાં પરિયાણ મુજને મીઠાં રે,એવા સહિથર કેરા સંગ દોહ્યલ દીઠાં રે;જયાં નિત્ય નવેલે નીર સરિતા શેાભે રે,પ્રીતમને પળતી પન્થ પળ નહિ થોભે રે.
શી અંતરને ઉછરંગ લહેરો લેતી રે,જીવનને જોવા કાજ વ્યાકુળ વહેતી રે;અજાણ્યો કૈં આનંદ મનડે માણે રે,એના ઊંંડેરા અભિલાખ જન શું જાણે રે !
તરુએ શાં એને તીર નિરખી નાચે રે;જોઈ ભાવભરીનો ભાવ હૃદયે રાચે રે;ફુલડાંની મીઠી ફોર ઉરથી આપે રે,છાંયલડી દઈ સંતાપ કૈં કૈં કાપે રે.
ડોલતી અાંબાડાળ કોયલ ટહુકે રે,મીઠો એનેા મદશોર ઉરને અડકે રે,એ રસઘેલીનાં માન ઝીલી ઝરતાં રે,વનપંખી મનમસ્તાન કિલકિલ કરતાં રે.
ધણ ચરવા સામી પાર ધસતું રે,ગેાવાળા વાંસળી વાય સુર ગંભીરે રે;કેાઈ પાછા ધરતી પાય વચ્છવિજોગે રે,એકલડી શી અકળાય સુરભિ શોકે રે.
એ વહાલેરી વનવાટ ચિતડે ચોંટી રે,અાંસુડે ભીની આંખ ઝંખે જોતી રે;ઓ વાદળથી ઢંકાય મહિયર મારાં રે,જ્યાં અંતરને ઉકળાટ વસતાં વહાલાં રે.
માડીના મીઠા બોલ વાયુ વહેતો રે,કૈં ભાવભર્યા ભણકાર દિલને દેતો રે;કોક વાટ જતાને વાત કદીએ કહેશું રે,સોંપીને ઉર–સન્દેશ રીઝી રહેશું રે.
સાહેલી ભરીને હેલ્ય મારગ મળશે રે,અાંખડીઓ થાતાં એક હૈયાં હસશે રે;ધટડાની ઊંડી ગોઠ કૈં–કૈં કરશું રે,અમૃતના ઝીલી એાઘ અંતર ઠરશું રે.
અણતોળ્યા ભવનો ભાર મનથી મટશે રે,અણબૂઝયા તનના તાપ ઘેરા ઘટશે રે;
જ્યાં ઉરનાં આપોઆપ ફૂલડાં કૂલે રે,બે ધડીની મહિયરમાણ્ય પનઘટ પૂરે રે.
Comments
Loading comments…