પોયણી

રાસતરંગિણી

(બીલી બીલીનો રંગ લાગે રૂડો હો ! રાધિકા રંગભીની-એ ઢાળ. )

ભર્યાં નીરે સરોવર નહાતી રે, પોયણી પ્રેમભીની,એના હૈયામાં હીંચકા ખાતી રે, પોયણી પ્રેમભીની;એની શીળી શી લહેર કૈંક લેતી રે, પોયણી પ્રેમભીની,એના ભુવને સુગન્ધ ભરી દેતી રે, પોયણી પ્રેમભીની.

રવિસંગે રહે તોય રાચી રે, પોયણી પ્રેમભીની,એને નિરખીને નેણ-નેણ નાચી રે, પોયણું પ્રેમભીની;

દિલ દીધું તેને જ એક દીધું રે, પોયણી પ્રેમભીની,એક ઉર તે બને ન કદી બીજું રે, પોયણી પ્રેમભીની;રહે એવો અખંડ સ્નેહ ઊંડો રે, પોયણી પ્રેમભીની,ચડો અમને એ અંગહૃદય રૂડો રે, પોયણી પ્રેમભીની.

Comments

Loading comments…