બાપુ

રાસતરંગિણી

પ્રાણ આપી એ પ્રાણીઓને પાળતો જો,કૈંક તનડાના તાપ રહે ટાળતો જો. સખી !

ભરે સર ને સરિત નવાં નીરથી જો,એને દેતાં અંદેશડા ઉરે નથી જો. સખી !

એવાં મનડાં મીઠાશભર્યા તાનમાં જો,માંહિ હીંચે હિલોળ કૈંક હેતના જો. સખી !

એવી છાયામાં રંગભર્યા રાચીએ જો,નિત્ય નવલા ઉમંગ ધરી નાચીએ જો. સખી !એની અાંખે ને અંતરે અમી ઝરે જો,ભાગ્યકેરા ભડાર ભવનમાં ભરે જો. સખી !

એક પળમાં હજાર વાંક વીસરે જો,'કર્યું' એનું તે કોણ લગીરે કરે જો? સખી !

એના અંતરમાં એક રમે 'આ૫વું' જો,એની વર્ષાનું 'નીર' તો નવું નવું જો. સખી !

ભલે ભૂલી આનન્દ 'આજ'નો જશું જો, સખી !કદી બાપુના ભાવ નહિ ભૂલશું જો. સખી !

Comments

Loading comments…