મહિયર

રાસતરંગિણી

(પારસપીપળા હેઠ જોગીડો રમે જુગટે રે માણારાજ–એ ઢાળ.)

મીઠડી મહિયરમાણ્યસદા મને સાંભરે રે, માણારાજ !

હીબકે હૈયું ભરાય,અાંખડીએ આંસુ ઝરે રે, માણારાજ !

મીઠડો, દાદાનો દેશશીળો સોહામણો રે, માણારાજ !

શીળાં નદી કેરાં નીર,શીળાં શાં સરોવરો રે, માણારાજ !

અાંબલિયો એ ઉદારરસેભર્યો રાજતો રે, માણારાજ !

અંતરનો એ આરામમગનમહિં ગાજતો રે, માણારાજ !

ડાળિયે દેવના વાસ,પ્રીતિ ઝરે પાંદડે રે, માણારાજ !

સુરભિએ અાભ સિંચાય,સુધા એને છાંયડે રે માણારાજ !

ત્યાં રમતા અમે રાસસાહેલીના સંગમાં રે, માણારાજ !

ખેલતાં બાલુડાં ખેલઅનેરા ઉમંગમાં રે, માણારાજ !

ત્યાં નહિ તરણિના તાપ,વાયુના વંટોળિયા રે, માણારાજ !

ત્યાં નહિ મેધના માર,રજે નહિ રોળિયાં રે, માણારાજ!

વેરભર્યા વિખવાદકાને કદી નવ પડે રે, માણારાજ !

Comments

Loading comments…