મોસાળ
રાસતરંગિણી
મેાસાળ( ઓધવજી ! સન્દેશો કે'જો શામને - એ ઢાળ)
મહિયરથી મોંઘા રે મહિયર માતનાં,મોંઘા એના ભાવતણા ભણકાર જો;મનહરતી શી મહેમાની મામીતણી !શીળા શા એ અંતરના સત્કાર જો !મહિયરથી મોંઘા રે મહિયર માતનાં.
મનડાના મહેરામણ મામા મીઠડા,પળ-પળ વદતા વહાલ ભરેલાં વેણ જો;એાછાં—એાછાં અંતર કૈં કૈં આપતાં,નિરખી નાચે આતુર સરખાં નેણ જો. મહિયરથી૦
ભાવજળે ભિંજાતાં પદ ભાણેજનાં,સુરબાળક શી દિવ્ય દશા દેખાય જો;પ્રેમતણા પડછન્દા ઘર-ઘરમાંરસનાં લહાણાં ઉર-ઉરનાં લેવાય જો. મહિયરથી૦
જનનીની જનની રે સુખની સીમડી,જૂની અાંખે હીંચે નવલાં હેત જો;હસતાં એ પંપાળે હળવા હાથથી,સૂકાં ઉર પણ સહજે થાય સચેત જો, મહિયરથી૦
દિલડાનાં આદર તો જગમાં દોહ્યલા,એ સુખડાના જ્યાં છલકાય સુકાળ જો;વિખસાગરમાં અમૃતની કૈં વીરડી,અમર રહો એ મધઝરતું મોસાળ જો.મહિયરથી મોંધાં રે મહિયર માતનાં.
Comments
Loading comments…