રાજવણ

રાસતરંગિણી

રાજવણ( અંજનીના જાયા હનુમાન રે ! સમરૂ બજરંગી–એ ઢાળ)

સખિ ! ધીરે-ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની !ઘડી ઘેરાતી અાંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની !

નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની !હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

પુણ્યભર્યાં પરિણામ એ, સુરપુરનો સંચાર,પ્રભુનો પંથ પવિત્ર એ,એનો ઊંચો આદેશ એ ઉદાર રે, રાજવણ રંગભીની !

સખિ ! ધીરે ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની !ઘડી ઘેરાતી અાંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની !નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની !હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

Comments

Loading comments…