રૂપાળી રાત
રાસતરંગિણી
રૂપાળી રાત(ઉભા રહો તો કહું વાતડી વિહારીલાલ ! - એ ઢાળ)
રસની એ રેલ સખિ ! સાંભરે રૂપાળી રાત,ઘેરાતી આંખડી ઉજાગરે રૂપાળી રાત.
સખીઓનાં ગીતભરી ગાજરી રૂપાળી રાત,દેવોનાં દુંદુભિ વગાડતી રૂપાળી રાત,
મનનો માનેલ મળ્યો, મોરલો રૂપાળી રાતચમક્યો એ ચિત્ત કેરો ચાંદલો રૂપાળી રાત.
પગલે પગલે પ્રીત પાથરી રૂપાળી રાત,સુમને વધાવી શીળી સાસરી રૂપાળી રાત.
મોંઘી આશિષ પિતામાતની રૂપાળી રાત,ઝીલી અબેાલ સખી સાચની રૂપાળી રાત.
રસની એ રેલ સદા સાંભરે રૂપાળી રાત,રહેજો અખંડ મારે આંગણે રૂપાળી રાત.
Comments
Loading comments…