વાત્સલ્ય

રાસતરંગિણી

વાત્સલ્ય( લીલો લીમડિ રે લીલો નાગરવેલનો છોડ,આજ મારે આંગણે પ્રબુજી દાતણ કરતા જાવ-એ ઢાળ.)

શરદ સુધાભરી રે શોભે રઢિયાળી શી રાત,અાભ ઉજાળતો રે વરસે નેહ નિશાનો નાથ;

કાંટા કાંકરા રે એને એક અડકે નહિ, પગખાંય,ચરણે ચાલતી રે જાણે પંખણી ઊડી જાય !નિરખે નેણથી રે એને દુનિયા નહિ દેખાય,વચ્છવિજોગણી રે જાણે ધેન ઉમળકે ધાય.

મનહર મોઢડાં રે જોતાં હૈયું ઉચરે 'હાશ';અડતાં અંગને રે ઉપજે અણમૂલો ઉલ્લાસ;ઉર આલિંગને રે લેતી દેહભવની લહાણ,ચારુ ચુંબને રે મળતી મોક્ષ તણી કૈં માણ્ય.

એ છબી આગળે રે ઝાંખા કોટિક શશિયર સૂર,એ સુરભિ કને રે ફીકી ફુલડાંની કૈં કે ફોર;એ રસ આગળે રે ઓછો રાસતણો રસરંગ,એ પળ આગળે રે સૂકા ભવના ભવ્ય પ્રસંગ.

Comments

Loading comments…