શણગાર

રાસતરંગિણી

(સામા ઓરડીઆમાં નાગજી પોઢ્યાનાગણી ઢોળે વાય, મારા વહાલા !–એ ઢાળ)

આજ સખિ ! મારે દિવસ દિવાળી,શા શા સજી શણગાર; રંગભીની !

સોના-આભૂષણ શોભતાં પહેરી,સંચરશું સંસાર. રંગભીની !

સોના-આભૂષણ શું કરું સજની ?ઝાંખા પડી-પડી જાય;રંગભીની !

હીરા મોતી કેરા હાર હું પહેરું,આંખલડી અંજાય. રંગભીની !

હીરા મોતીને હું શું કરું સજની ?ન મળે સુગન્ધનું નામ. રંગભીની!

સારી લાગે મને ફૂલની માળા,ઉરને આપે આરામ. રંગભીની !

ફૂલમાળાને હું શું કરું સજની ?કાલ્ય પડયે કરમાય; રંગભીની !

મોંઘી વહાલાજીનાં વેણની માળા,મહેકી રહે મનમાંય, રંગભીની !

ઉરસાગરકેરાં મોતીડાં ઝીલી,રચશું મનેાહર માળ; રંગભીની !

હીંચી-હીંચીને હિંચોળશે હૈયું,નિત્ય વધારશે વહાલ, રંગભીની !

Comments

Loading comments…