સન્દેશ

રાસતરંગિણી

ઊંચાં આકાશનાં આંગણાં,સખિ ! નીચા તે મેઘલ મહેલ રે.આંખડી આંસુભરી રે.

ઊંચે ચન્દા ચળકી રહી,કાંઈ નીચાં ઢળે એનાં નેણ રે. આંખડી૦

ઊંચે ઉરે હું એકલી,વહે નીચાં નેણાંનાં નીર રે. આંખડી૦

ભીંજે હૈયાનો હીરલો,મારાં ભીંજાય નવરંગ ચીર રે. આંખડીο

ચન્દા ! ચટકતી ચાલતાં,જરી સુણજે વિજોગની વાત રે. આંખડીο

Comments

Loading comments…