સાસરી

રાસતરંગિણી

સાસરી(ઉગમણી ધરતીનાકોરા કાગળ આવ્યા રે–એ ઢાળ)

ઊંચી અાંબલિયાની ડાળીએ ડોલે રે,માંહિ બેડી બાળી કોયલ બોલે રે,આવ્યાં સખિ એવાં સાસરી સેવી રે,કહોને સોહાગણ ! સાસરી કેવી રે ?

નવલા જગત કેરી શી શી નવાઈ રે ?કહોને એની કળ-કૂંચીઓ કાંઈ રે;

પ્રીતમની જાણે પ્રીત પુરાણી રે,વહાલભરી એની મીઠડી વાણી રે;એ જ આંખલડીનાં આંસુડાં લો'તાં રે,એ જ લળી-લળી મોઢડાં જોતાં રે.

નવલું જગત નવા હેતથી હરખે રેમીઠી આશિષોના મેહુલા વરસે રે;ઉંચી આશા કેરી ડાળીઓ ડોલે રે,ત્યાં સખિ ! વાલ્યમ હૈયાં હિંચોળે રે.

તો ય ન મહિયર મનથી વછૂટે રે,એક ઘડી એનો તાર ન તૂટે રે;સૂતાં સેજલડીમાં સોણલાં આવે રે,ભીંજવે આંખ ને તનડાં તપાવે રે.

Comments

Loading comments…