સીમન્ત
રાસતરંગિણી
સીમન્ત(સેનલા ઇંઢોરેણી રે રૂપા કેરું બેલડું રે લોલ;પાણી ગ્યાં'તાં સરવરિયાને તીર–એ ઢાળ.)
સોનલા કચોળું રે હીરે જડી કાંસકી રે લોલ,રંગભર્યા બેસણિયે બાજોઠ;વાટડી નિહાળે રે સહિયર સંગની રે લોલ,હીંચે એને કાળજડે કંઈ કોડ,
માથડે ધરાવું રે મણિમય ઓડિયો રે લોલ,ઝીલો એવા જનનીભવના ભાર;શ્રીફળ સલુણી રે ! ખોળે પરું ખાનગી રે લોલ;દેજો એવા અમને ફાલ રસાલ;
રાજતણી રીઝે રે સોણલે ન સાંપડે રે લોલ,સુર પણ લેઈ શકે નહિ લ્હાણ,અજબ અમૂલાં રે પિતરુ પોખતાં રે લોલ;દેજો એવાં સુતનાં દોહ્યલાં દાન.
વાજતી વધાઈ રે મહિયર મોકલો રે લોલ,મલપતી અાવે 'ધણ'ની માત;આજનું અનેરું રે જોઈ મુખ જાઈનું રે લોલ,થાયે રૂડાં હૃદય ભરી રળિયાત.
જૂઠડાં શું જાણે રે મદભર્યાં માનવી રે લોલ ?આવો રૂડો અણમાપ્યો ઉપકાર;રણમાં રચાવે રે વાડીઓ વસંતની રે લોલ,એ તો અલબેલડીનો અધિકાર.
Comments
Loading comments…