સુંદરી શીળે ભરી રે
રાસતરંગિણી
સુન્દરી શીળે ભરી રે
શીળાં સરોવર ઝીલવાંસખિ ! શીળો મનેાહર મેઘ રે,સુન્દરી શીળે ભરી રે.
શીળી પ્રીતમની પ્રીતડી,એવા શીળા પ્રભુજીના પન્થ રે. સુન્દરી૦
શીળી વામા વિનયે ભરી,એની શીળી લાખેણી લાજ રે. સુન્દરી૦
શીળી શિયળ કેરી છાંયડી,સખિ ! શીળાં રમણનાં રાજ રે.
સુન્દરી શીળે ભરી રે.
Comments
Loading comments…