હિંડોળ

રાસતરંગિણી

(સોના ઇંઢોણી રૂપા બેડલું રે,પાણીડાં ગઈતી તળાવ, મારા વાલ્યમા –એ ઢાળ.)

ઊંચી આંબા કેરી ડાળીએ રે,હીરની દોરીએ હિંડોળ; મારી બહેનડી !

ઝૂલું-ઝૂલું હું તો એકલી રે,ઉરમાં ઉમંગ અમોલ. મારી બહેનડી !

સરખી સાહેલી ઝૂલાવતી રે,શીળી ઝૂકે શિર છાંય, મારી બહેનડી !

Comments

Loading comments…