એક પ્રેમ

કલાપીનો કેકારવ

હકીમ કે તબીબની તલબ નથી મને!નફસની પરવા નથી: ન ઇશ્કની મને!

માશૂક નથી મિસ્કીન છું: જહાંગીર છું મને!ખલ્કની તમા નથી: સુલતાન છું મને!

પરિવાર મ્હારો હું જ છું: મસ્તાન છું મને!બેઝાર હું આજે ફરું: ગુલતાન છું મને!

પ્રેમગુલ ચૂમ્યાં ઘણાં: ખાર ભોંકાયા મને!દફે-ખૂન દિલ દર્દ-કર્તા દસ્ત લાધ્યું ના મને!

સખા જોયા મેં ઘણા: સખી જોઈ એક મેં!ઉમેદ બર આવી નહીં: શું કહું ખાલેક નેકને!

દ્વૈતપ્રેમી જે હતો અદ્વૈતપ્રેમી હું થયો!બ્રહ્માંડ મ્હારું: બ્રહ્મ મ્હારું: બ્રહ્મવાદી હું થયો!⁠૧૪-૧૨-’૯૨

Comments

Loading comments…