ખતા નહીં જાતી

કલાપીનો કેકારવ

પેદા થયો ખતા મહીં: ખતા નહીં જાતી;પેદા કરી તકદીર ના તદબીરથી જાતી!

મગર ખતા તકદીરથી સનમ! સદા તું દૂર;આશક તણી તુંથી ન ખતા શું ખસી જાતી!

હિના ફરે તુજ કદમની, સનમ ! ચમનમાં રોજ;હુંથી ગુલે ન ખારની હારો મગર જાતી!

તું ફૂલથી કાંટા, સનમ! ચાહે તો કર દૂર;તુંને મગર તકલીફ એ આપી નહીં જાતી!

કાફર દિલ આ તો કરે, સનમ! લાખ તકસીર;ત્હારી મગર યાદી વગર ઘડી નહીં જાતી!

એ યાદી પર તું, સનમ ! કરે રહી છે મહેર;તું આવતી પણ બુલબુલે ગભરાઈને જાતી!

તું ચાહે તો શોર એ કરે ઇશારે ચૂપ;તુંથી મગર રહમ અને શરમ નહીં જાતી!

મ્હારી નાદાની અને ત્હારી લિયાકત, યાર!તેમાં દીદારની ઘડી લૂટાઈને જાતી!

ખાર અને આ શોર ત્યાં તું બુરકામાં આવ;ત્યાંથી મગર એ શિકલે ગુલ જોઈ નહીં જાતી!

આશક આલમમાં ભર્યું સનમ! બધે ત્હેં ઝેર!ચૂમે ન તું ત્યામ્ ઝેરની તાસીર નાજાતી!

લાખો, સનમ! તુજ ફરકતા પલ પલ બોસા કાજ;આ બેગુઝુ પણ શિકલ ના ધરી ત્હને જાતી!

ખતા કરી ભૂલું ખતા, સનમ! હજારો વાર;ભેટતાં તુંને મગર ના એ ખટક જાતી!

તું તો યારીનો સદા, સનમ! ધરી રહી હાથ;આ હાથની રેખા મગર બૂરી નહીં જાતી!

કેમ કહું તુજને ઝતા કરવાને મુજ સાફ?આ હાથની એ હાથથી ધોઈ નહીં જાતી!

કિસ્મત જામે શરાબનું ભરી શાહી ત્યાં મ્હેં જકે ચિલ્વનો માશૂકની ચીરી નહીં જાતી!

ના તાકાત મળે, સનમ! ના કિસ્મત પલટાય;કમબખ્ત આ જુદાઈ તો ન કયામતે જાતી!

Comments

Loading comments…