ઠગારો સ્નેહ
કલાપીનો કેકારવ
હૃદય દગલબાજી જાણશે ના કદી આ,હૃદય હૃદય ઝાલે ઝૂરવું છે પછી, હા!હૃદય ધવલ સર્વે દુગ્ધ જાણી પુલાયે,થુવરપય ગળેથી ઊતરી આગ બાળે!
ધન ગડગડ ગાજ્યો ચાતકું ચિત્ત ફૂલે,પથરવત કરાનો મેઘ આવી મળ્યો તે!ષટપદ મકરન્દ લુબ્ધ રીઝી રહે શું!ધવલ કમલ ના આ છીપલીને કરે શું!
મૃગજલ સમ સ્નેહી સ્નેહસિન્ધુ ધરે છે,હૃદયમૃગ બિચારૂં આશ રાખી મરે છે;સરપશિર મણિને પ્રેમ પ્રેમી તણો આવિષ રગ રગ વ્યાપે પ્રાપ્ત થાયે કદી ના!૧-૧-૧૮૯૩
Comments
Loading comments…