ત્યાગમાં કંટક
કલાપીનો કેકારવ
બાળી પહાડો સહુ ખાક કીધા!તે ખાક ચોળી જ શરીરમાં આ;
વિકરાલ દાવા મુજ ત્યાગધૂણી!તેણે બચાવ્યું નવ કોઈ પ્રાણી!
હા હા! તહીં કંટક આ ક્યહીંથી?નીલો રહ્યો તે દ્રવતો જલેથી?ના અગ્નિમાં એ મુજ દિલ દાઝે!ભોંકાય તેમાં ક્યમ કુમળો એ?
મેઘધ્વનિમાં કંઈ વજ્રપાત,ઉરે ન તેની ગણી કૈં વિસાત;તે ઉર આ કાયર કેમ થાય?કાંટો અડ્યે પીગળી કેમ જાય?
મારી સમાધિ ડગી જાય છે કૈં!તલ્લીન કાંટા મહીં થાય છે કૈં!આ યોગ મ્હારો ક્યમ મ્હાત થાય?ખેંચાણમાં કાં વહતો જણાય?
યોગીઉરે કંટક આ હશે શું?આ રાગ ત્યાગી-ઉરમાં રહ્યો શું?બુદ્ધિ મહીં આ દિલનો ઝરો શું?પાષાણમાં રોપ ઊગ્યો હશે શું?
ખેંચાણ યાચે નબળાઈ કાંઈ,અશ્રુ વહે છે ક્યમ નેત્ર માંહી?કાંટો ગળીને મૃદુતા ધરે છે,ચિત્તે સ્મૃતિ-વાદળ કૈં ચડે છે!
વ્હાલી હતી તે ફરી થાય વ્હાલી!તે અશ્રુની આપતી કાંઈ યાદી;આ ત્યાજ્ય લાગે મુજ ત્યાગ શાને!ના ત્યાજ્ય તે રાગ મને દિસે છે!
ભોળું ન થા, ઉર ! હવે ફરીને,માન્યું વૃક્ષા તે નકી સૌ વૃથા છે;કાંટોય બાળી કર ભસ્મ તેને,તે ભસ્મ ચોળી, અવધૂત! લેને.
Comments
Loading comments…