ત્હારાં આંસુ
કલાપીનો કેકારવ
રડી શાને વેરે તુજ નયન મોતી અણમૂલાં?ન દે મીઠા ભાવો જલકણ મહીં આમ વહવા !ત્હને જે ભાસે છે તુજ હ્રદયના ભાર કડવા,અરે ! એ તો મીઠા મુજ હ્રદયના લ્હાવ સઘળા !પ્રિયે ! ત્હોયે તું જો તુજ હ્રદય આવું ઠલવશે,પ્રતિ બિન્દુ એવું ગણીશ નિરખી એક નજરે !અકેકે બિન્દુડે દઇશ નવી હું આલમ ત્હને !નકી એ બિન્દુડાં ટપકી ટપકી વ્યર્થ ન જશે !
Comments
Loading comments…