દિલને દિલાસો
કલાપીનો કેકારવ
વનેથી એ સીતા તુજ તરફ પાછી જ ફરશેઅરે ! જેનો ચ્હેરો ઘડીક છુપી ચાલ્યો ! રડીશ ના !હવે ના રોજે-હો ! સહુ દુઃખ તણા વાસ મહીં એ-સૂકેલી ભૂમિથી હજુ પણ ફુલો એ નિકળશે.
અને છૂપા દર્દે હૃદય વ્રણમાં જે ઢળી પડ્યું -તૂટેલા હૈયા રે ! સુખ ફરી ત્હને હાથ ધરશે !પ્રભુ ! શાન્તિ હોજો ક્ષુભિત ઉરને ! તું રડીશ ના !રડે તો કોને ના ! તુજ સમ બહુ ના ગત થયું !
હવે ના રોજે તું ! મધુ સમય ત્હારા જીવિતનોહજુ ફૂટી નીલો તુજ ગૃહ તણો બાગ રચશે !અને પાળેલાં એ તુજ ચમનનાં પંખી સઘળાંશિરે પુષ્પોનાં એ પડ પર પડો કૈંક ધરશે !
નહીં છૂપી ચાવી પ્રભુકર તણી તું લઈ શકે,છતાં પ્રીતિથી છો ઝગમગ થતી એ જવનિકા !પ્રભુ રોનારાંને રુદન કરવાનું જ ધરતો !અરે ! રો ના ! આશા તુજ જિગરમાં છો પ્રકટતી !
જશે આ દ્હાડો ને ગત પણ થશે કાલ, અથવા !હશે ત્હારો વારો હજુ પણ જરા દૂર અધિકો !ફરન્તા ચક્રે આ તુજ ઉરરચ્યું પ્રાપ્ત બનશે !અરે ! રો ના, હૈયા ! તુજ સહુ અધીરાઈ અમથી !
સુવર્ણી થાશે એ રવિ તુજ કદિ કિસ્મત તણો,બધાં કાળાં પાનાં ઉપર નવ બાજી હરિ તણી;ધરે ધીમે ધીમે ઝુલમગરના ઝુલ્મ સ્થિરતા,બધા નીલા કાંટા કુસુમ ધરતા ! તું રડીશ ના !
અહો ! યાત્રાલુ ! તું ક્ષિતિજ પર તો દૃષ્ટિ કરજે !રડે છે શાને તું ? મૃગજલ બધે હોય નહિ - હો !સુનેરી રેતીની મધુર ખુશબો માનસરનીનથી શું ત્હારૂં આ મગજ તર આખુંય કરતી !
વૃથા કાંટા ત્હારા ઉર પર કરે છે ઉઝરડા !અહો ! હાવાં તો આ ફૂટતી કલી ને મોર ટહુકે !પ્રભુ ઠારો ત્હારૂં ધગધગ થતું રક્ત સઘળું !બહુ છે જોવાનું ! નયન નવ ફોડીશ રડતાં !
બધી વેળા જો કે તુજ જીવિતનો મ્હેલ ડગતોઅને ચોપાસે આ મરણનદ મોટો ઘુઘવતો;રહે છાનું રો ના ! જલ ઉપર નૌકા તરી શકે,કિનારે ઉચ્છેલે અનિલ શઢ ત્હારો લઈ જશે.
ખરૂં છે કે - પાસે નહિ નહિ જ કો બન્દર દિસે,ખરૂં છે કે - જંગી ગડગડ થતા લોઢ ઉછળે;બધી લ્હેરી કિન્તુ ઘસડી વહતી એક જ સ્થળે,જહીં બોજો ફેંકી થઈશ તું હલકું તું રડીશ ના !
ખરૂં ! ત્હારાં મિત્રો તુજ જિગરની કાતર બન્યાં !ખરૂં ! ત્હારી સૂકી રસહીણ થઈ આ ઝૂંપડી એ !ખરૂં ! તું વંટોળે ગગન ચડવા તત્પર થયું !પડ્યું વારે વારે શિથિલ સઘળા આ અવયવો !
રહે છાનું ! એ તો વિભુઉર તણું ઇચ્છિત બન્યું !રહે છાનું ! ના ના ઘટિત નબળાઈ પ્રકટવી !જનોને જૂઠું આ રુદન તુજ ભાસી હસવતું !ખરૂં તો ના ફાટે ક્યમ હજુ સુધી ? તું રડીશ ના !
બધાં પ્રેમી અશ્રુ પ્રભુ ઉપર બેઠો ગણી રહ્યો !ન રો ! એને દર્દી સહુ જિગરની જાણ સઘળી !સુણાઈ ત્હારી એ કતલ દિલની માંદગી બધી !દવા દેશે ! રો ના ! અકસીર તહીં ઔષધિ બને !
હવે દે ગીતાનું તુજ હૃદયને ગાન કરવા !ઘડી લે એનાથી સહુય તુજ સંસાર સવળો !ન રોજે ! મ્હારૂં તું પણ કદિ મ્હને પૂછીશ નહીં !પરન્તુ રોતાં તું મુજ મન તણી વાત કરતું !
'સુવર્ણે આજે તો રુદન કરતાં પત્થર જડું !'કયે દ્હાડે કિન્તુ જરૂર જડશે કોણ હિરલા ?'
કહું છું હું એ તે સુખથી કથજે તું પણ ભલે !છતાં રોઈ શાને કવન કરવું ? તું રડીશ ના.
Comments
Loading comments…