પરિતાપ

કલાપીનો કેકારવ

દિલ અશ્રુ થકી પલળ્યું, છલક્યું:દપટ્યું દિલમાં દિલનું દુખડું:⁠ન સખો ન સખી દિલથી લપટ્યું:⁠ફટક્યો ભટકું! ફટક્યો ભટકું!⁠નથી ભાન હવે!⁠નથી હામ હવે!⁠નવ પ્રીતિની દોરીથી હું લટકું:⁠નવ કો’ મનમાં કદી હું ખટકું:⁠નથી આશ મને : અવકાશ મને:⁠ભટકું ફટક્યો! ફટક્યો ભટકું!⁠મન હર્ષ હવે –⁠મન શોક હવે –⁠તજ નિર્લજ! તું : તજ તું : તજ તું⁠મુજ પ્રેમ હવે દરિયે પટકું!⁠મુજ પ્રાણ ન કાં દરિયે પટકું!⁠ફટક્યો! ફટક્યો! ભટકું! ભટકું!⁠૨૭-૧૧-’૯૨

Comments

Loading comments…