પ્રીતિની રીતિ
કલાપીનો કેકારવ
ધન તન દેતાં નવ ડરવું, ભાઇ, મનને વિચારીને ધરવું,ચંદન વૃક્ષને વ્યાલ વિંટાયા, સાચવી તેને લેવું;રત્ન પથ્થર કુંદનને કથીરમાં રત્ન કુંદનથી જડવું,કરી ક્સોટી કરવી ખરીદી, પાછળ ના પસ્તાવું.ધન, તન દેતા૦
પ્રીતરીત તે પ્રેમી પિછાને, સાગરે મોતી સમાણું,જો દીધું દિલ કોઇને પ્રેમે, તેને તો નિજનું ગણવું;એક જ રંગ નિભાવવો નિત્યે, નવરંગી નવ થાવું.ધન, તન દેતા૦
Comments
Loading comments…