પ્રેમ અને મૃત્યુ

કલાપીનો કેકારવ

ફેંકી દીધો મિથ્યા પરન્તુ સત્ય પ્રેમ મીઠો મીઠો :વળી મિષ્ટ છે મૃત્યુ ખરે જે અંત લાવે કષ્ટનો :⁠ભોળું હૃદય જાણે નહીં :જાણું નહીં મધુતર કયું !

હે પ્રેમ ! તું મધુ છે ભલા ? તો તો બને મૃત્યુ કટુ !પ્રેમ ! તું કડવો ખરે? મૃત્યુ મને તો છે મધુ :⁠અહો પ્રેમ ! જો મૃત્યુ મધુતર, તો મને મરવા જ દે !

મધુ પ્રેમ કરમાઈ જવા પેદા થયો જે ના દિસે,મધુ મૃત્યુ સૌ જનને દિસે કરતું નિ:સ્નેહી ખાક જે,⁠બેમાં મગજ સમજે નહીં: જાણું નહીં મધુતર કયું !

પ્રેમમાં ઘસડાઈ જાવા ઈચ્છું જો કદી તે બને :દોરાઉં હું મૃત્યુ થકી બોલવતું તે ત્યાં મને :⁠બોલાવ રે ! હું આવું છું: હું આવું છું ! મરવું હવે !⁠૨૮-૪-૧૮૯૩

Comments

Loading comments…