ભવિષ્ય અને શ્રદ્ધા
કલાપીનો કેકારવ
ભવિષ્ય અને શ્રદ્ધા
ના ના ભવિષ્ય મુજ કાજ હવે દિસે છે,ભૂતો જ નેત્રપડદા થઈને ઢળે છે;જ્યાં જ્યાં ધરૂં પગ, તહીં ફરી એ જ જ્વાળા,ને એ જ અશ્રુ મહીં એ જ ભર્યા બળાપા.
ના મામલા પ્રણયના પણ એ જ જાગે,નિદ્રા ન લે હ્રદય શાન્ત સૂઈ વિરાગે;આ પિંજરૂં દરદનું હજુ તોડવાને,વાયુ તણી સુસવતી લહરી ન આવે.
ભવિષ્યે ના ભાળું મુજ હ્રદય માટે પગથિયાં,ભવિષ્યે ભાસે છે દરદમય એ ભૂતમયતા;ન પંપાળે કોઈ મુજ હ્રદય - સાથી હ્રદયથી,રહ્યા ભૂતે કોઈ - કંઈ ઉડી ગયા છે નજરથી.
ગઈ ઉડી તેવી મુજ જિગર પાંખો નવ ધરે,ફરી જાતાં પાછું મુજ જિગર ત્રાસે થરથરે.
* * *
થાકી જાતાં હ્રદય આ વહતું નથી કૈં,ગાવા મૃદુ લહરીઓ ગ્રહતું નથી કૈં;લાગે મુને જીવિત આ કડવું થતું કૈં,'હું એકલો' અરર! એ ખટકે ઉરે છે.
આશા દિસે જિગરને વનમાં જવાની,જ્યાં તે અભંગ ઝરણું નિજ નાચ નાચે,પ્રત્યેક બિન્દુ શશીમાં શશી જ્યાં બને છે,જે સ્થાનનો હ્રદયને સહવાસ જૂનો.
આવા દુઃખી કલુષ વિશ્વ થકી જળેલું -જે કોઈ ના મધુર મૂર્તિ મહીં ઠરેલું,પંપાળનાર કરથી હતભાગી હૈયું -જેને ન કોઈ ઉરથી ધરનાર આંહીં.
જેનું પડ્યું શયન કંટકથી ભરેલું,તે આજ કાંઈ સુખમાં વહવા જ ઇચ્છે,
ઇચ્છે શશી ઝરણમાં ગરકાવ થાવા,શું એટલું ય શકશે દુખિયાં કરી ના?
જેના મૃદુ કર વતી દ્રવતી શિલાઓ,જેનાં ભર્યાં નયન ભવ્ય પ્રભાપ્રવાહે,સૌન્દર્યનું ઝરણ નિત્ય વહાવનારોતે શાન્ત શું ન કરશે મમ દગ્ધ હૈયું?
હું એ જ છું કુમુદડું શશીનું સદાનું,એ એ જ વિશ્વ પર અમૃત ઢોળનારોસૌ ઔષધિ ઉપર અમૃત સિંચતો જેતે પોષતે જ મુજ શી ય કટુ લતાને.
જેનું અમીઝરણ ભેદ વિના વહે છે,જે અર્પતા ભ્રમણમાં નવ કાલાન્ત કો દી,જેને બન્યાં જીવિત અર્પણ એકરૂપેદૃષ્ટિપ્રસાદ મુજને ય મળી રહેશે.
ઝાંખી મહત્ત્વ પરિપૂર્ણ તણી થઈ જ્યાં,જે લક્ષ્યથી જીવનમાં જીવવું મળ્યું છે;જે પેખતાં જીવિત દીર્ઘ સદાય થાતું -આજે ય તે જ કરશે મમ શાન્ત હૈયું.
છે રાત્રિની ઝળક આજ નવીન કાંઈ,આ મેઘમાળ મહીં ચન્દ્ર નવીન ભાસે;છે તો નહીં સખી કને રસ અર્પવાને,તો યે શશાંક રજની હસતાં દિસે છે.
Comments
Loading comments…