વૈરની કેમ ઉમેદ ધરૂં

કલાપીનો કેકારવ

વિસરી સઘળો મુજ પ્રેમ ભલે,થઈ ભગ્નપ્રતિજ્ઞ ભલે પ્રિય એ;પ્રતિકારની ના અભિલાષ ઉરે,મુજને હજુ જાદુ પ્રિયાનું ગમે.

પરિવર્તનને વિલપું કદિ હું,પણ ક્રૂર, અરે! કદિએ ન બનું;મુખ એ પર ક્રોધ જરી ન કરૂં,મરતાં મરતાં પણ એ જ સ્મરૂં.

સુખને સમયે બહુ વાર મળ્યાં,ઉડી હર્ષની છોળ, દિલો લપટ્યાં;સુખી કાલ ન એ ટકી નિત્ય શકે,ઉર લોભ હજુય છતાં ન ત્યજે.

મુજ હાલત આ કદિ ગાઈ રહું,ઝરશે જલ તો કદિ રોઈ રહું;ગત કાલ સ્મરી ઉપકારી બનું,પછી વૈરની કેમ ઉમેદ ધરૂં?

Comments

Loading comments…