વ્હાલાં

કલાપીનો કેકારવ

વ્હાલાંને વ્હાલાંની પીડા !લૂછાતા અશ્રુ એ ક્રીડા !મ્હારાં ત્હારાં : ત્હારાં મ્હારાં :એ દુખડાં સુખડાં સુખડાં !

મ્હારાં તો દુ:ખ સૌ મ્હારાં છે !વ્હાલાંને સુખ સૌ વ્હાલાં છે !ટેવાયાં જોવાને એ તોમ્હારાં દુખડાં છે !

ટેવાયાં ના લાગે કૈં !ટેવાતાં હસવું જાગે કૈં !મ્હારે તો રોવું ને રોવું,જૂનું તાજું કૈં !

વ્હાલાં ! ટેવ મ્હને એ બાઝી !ધોખાની વ્રીડા સૌ દાઝી !ત્હોયે આ દાવા ધીખે તેખોટી છે બાજી !

Comments

Loading comments…