હવે આરામ આ આવ્યો!

કલાપીનો કેકારવ

કહીં છે એ જિગર મ્હારૂં ? કહીં છે આંસુની ધારા ?કહીં આનન્દ છે મ્હારો ? સહુ મિજમાન એ પ્યારાં !

સહુ મેમાન બે દીનાં ! હવે ઘર આખરે સૂનું !ઉપાડું ભાર હું મ્હારો ! મદદ કોની કહીં માંગું ?

દયાના શબ્દનો કાને પડે ભણકાર ના કો દી !સદાની પાયમાલીના ભર્યા ભણકાર છે આંહીં !

અહાહા ઇશ્ક ! તુંમાં - હા ! બહુ આનન્દ રેલ્યો'તો !હતો હું ચાહતો ત્યારે ભરી દિલ ખૂબ મ્હાલ્યો'તો !

અરેરે ! ઇશ્ક ! તુંમાં - રે ! ભર્યાં પ્યાલાં ગમીના એ !હવે તે જાતથી મ્હારી કરૂં સાબીત છું આજે !

મગર છાલાં પડેલું આ જિગર જ્યાં ખૂન ચાલે છે,“હવે આરામ આ આવ્યો !” કહે ધબકારમાં આજે !

Comments

Loading comments…