હૃદયક્મલની જૂઠી આશા
કલાપીનો કેકારવ
રે ભોળી! જલઝૂલતી કમલિનિ! કાં ભૂલ? વ્હાલી સખી–જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઊજળી?આશા વ્યર્થ ધરે રવિ સુકરની સંધ્યા સમે, બાપલા!એ તો હિમપતિ શશી નિકળશે, ના ના પતિ, હે હલા!
એ પોચું દિલ તું સમું સુમન છે, તેણે ગૃહી આશ’તી:જાણ્યું સૂર્ય થઈ પ્રફુલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી:ના તે તે નિકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું:જૂઠી આશ દઝાડતી સુમનને, ભુલે ન તે ઝાળ તું!૪-૧૧-’૯૨
Comments
Loading comments…