કડવું-૧૪

ઓખાહરણ

બળીઓ બાણાસુર રાય, પુત્રમાગવાને જાય;મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. (૧)

એક હજાર હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ;આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. (૨)

ચિત્રકોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર;પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. (૩)

તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ;ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભુપાળ. (૪)

તુજ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ;માટી વાળા હાથ હતા, બાળકના તે વાર. (૫)

ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ;બાળક ત્યારે થરથર ધ્રુજ્યો. સાંભળને ભુપાળ. (૬)

બાળકને તો રીસ ચઢીને, નવ ગણ્યો કાંઇ તાત રે;તુજને પુત્ર વહાલો નથી, વાંઝિયો રહેજે જન્મ સાત રે. (૭)

Comments

Loading comments…