કડવું-૧૭

ઓખાહરણ

ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ;ને ઘેર પુત્રી લાડકવાયી, તેનાં મા બાપ માગે ભીખ. (૧)

બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય;અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. (૨)

મણિધર નારી ને ઋષિકુલ, નદી નૃપ મે કમલા;એટલા અંત ન લીજીએ, જો ઇચ્છીએ કુશળક્ષેમ; (૩)

(રાગ:ઢાળ)

નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર;ગોખ બારી ને અટારી, તેનો કહેતાં ન આવે પાર. (૧)

મરકત મણિમોતીએ જડ્યાં, માંહે પીરોજાના પાટ;હયશાળા ગજશાળા જે, હીંચવા હીંડોળાખાટ. (૨)

દિવસ માસ ને વરસ ગયાં, કન્યા મોટી થાય;ચિત્રલેખા સંગે રમતાં, ઉલટ અંગ ન માય. (૩)

સવાલાખ જોદ્ધા રખવાળે, મેલ્યા છે રાજન;એમ કહેતાં ઓખાબાઈ ને, આવ્યું છે જોબન. (૪)

તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવ મીચો લોચન રે;ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. (૫)

Comments

Loading comments…