કડવું-૨૦
ઓખાહરણ
ચિત્રલેખા એણીપેર બોલી, સાંભળ સહિયર વાત;તારે કાજે નહિ પરણાવે, બાણ તારો તાત. (૧)
તારે કાજે જો પરણાવે, છેદાયે રાયના હાથ;તારે કાજે નહિ પરણાવે, પ્રધાન મારો તાત. (૨)
તાત કેરી આજ્ઞા લઈ, આવોને ઔખાય;વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. (૩)
તાત આપો આજ્ઞા તો, શંભુ પૂજવા જાઉં;બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું. (૪)
ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય;ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. (૫)
વચન સાંભળી ઓખા ચાલ્યાં, હોતે તેણીવાર:ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર. (૬)
Comments
Loading comments…