કડવું-૨૧

ઓખાહરણ

ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે,ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે;ઓખા તું ચાલે હંસની ચાલ રે,ચોળીને રંગે ચુંદડી રે. (૧)

ઓખા તારે બાંયે બાજુબંધ રે,ઓખા તારું મુખડું પુનમ ચંદ રે;ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે,ઓખા તારે કસબી કોરે સાળુડો રે. (૨)

ઓખા તારા શોભીતા શણગાર રે,ઓખા તારા તેજ તણો નહિ પાર રે;ઓખા તને વર્ષ થયાં દસ-બાર રે;ઓખા તારે પાવલે નેપુર વાજતા રે. (૩)

Comments

Loading comments…