કડવું-૨૨

ઓખાહરણ

હાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકા ને હાર;એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૧)

સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ;પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૨)

(ચોપાઈ ચાલફેર)

બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે;હું તો નહિ પામું ભરથાર રે, નહિ ઓઢું ઘાટડી રે. (૧)

બાણાસુર મારો બાપ રે, મારા કોણ જનમનાં પાપ રે;મુને નહિ પરણાવે આપ, નહિ જોઉં વાટડી રે. (૨)

Comments

Loading comments…