કડવું-૨૫

ઓખાહરણ

બાઇ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત;ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ. (૧).

કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય;મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય. (૨).

ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન;ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન. (૩).

ભોંય શય્યા પાથરી, સંદેસરાના ફૂલ;પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય. (૪).

Comments

Loading comments…