કડવું-૨૬

ઓખાહરણ

ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;માતા સદાય સોહાગણી (૧).

ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ;ભાભી તે હાથ હુલાવતી. (૨).

ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;સાસુને પ્રજા ઘણી. (૩).

ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;દેરાણી જેઠાણીનાં જોડલાં. (૪).

ગોર્યમા! માગું રે, તમારી પાસ;અખંડ હેવાતન ઘાટડી. (૫).

ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;ચાંલ્લો ચૂડોને રાખડી. (૬).

ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;માથે મનગમતો ધણી. (૭).

Comments

Loading comments…