કડવું-૨૯
ઓખાહરણ
ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં;હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફુટી ગયાં. ૧.
ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ;પીવા ઝબોળી પાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ. ૨.
આણી જ તીરેથી અમે અળગા ન થયાં. પેલી તીરે નવ ગયાં;કરમ તણે સંજોગ અમે, મધ્યે જળ વચ્ચે રહ્યાં. ૩.
હું તો આવી ઇશ્વર પૂજવા, સામો દીધો શાપ;પરણ્યા પહેલા રંડાપણુ થયું, મારાં કીયા જનમનાં પાપ ? ૪.
ઉમિયા તું તો મારી માવડી, છોરૂં છે ના દીજો છેહ;માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તેહ. ૫.
Comments
Loading comments…