કડવું-૩૪
ઓખાહરણ
ઓખા રુવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય;સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧.
જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય;મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨.
વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખિયા આંક;એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક. ૩.
કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક;કરણીનાં ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો શો વાંક ? ૪.
વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક;એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. ૫.
લાંચ લઈ લખતી હોય તો, આપત સહુથી પહેલું;મારા પિયુ વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું રે. ૬.
Comments
Loading comments…