કડવું-૪૪

ઓખાહરણ

(સાખી)

સ્ત્રી ચરિત્ર અનેરડાં, કોઈ તેનો ન લહે મર્મ,સ્ત્રી શામને ભોળવે, પણ ખોયો પોતાનો ધરમ. (૧)

(રાગ:ઢાળ)

ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું;તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. (૧)

ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય;એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. (૨)

ઓશીકે જઈ જોવા લાગી તો, મોટી એક ગદાય;ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. (૩)

Comments

Loading comments…