કડવું-૪૫
ઓખાહરણ
મહા બળિયો તે જાગિયો, તેના બલનો ના આવે પાર રે;હરડું હાક મારી, કીધા છે હોંકાર રે.
ધમક ધમક ડાકલાં વાગે, ઠારો ઠાર રે;આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે.
દ્વારકામાં વસે સફ્હળા વૈષ્ણવજન રે;અહો રાત્રિ બેઠા કરે છે, ત્યાં સહુ કીરતન રે.
ભજન નાદ કેરા ચકરડા, તે હોય અપાર રે;ભૂત ભૈરવ જોગની અસુર કોઈની નાર રે.
ડાકણી છો, શાકિની છો, કોણ છો બલાય રે;ચિત્ર લેખા કહે છે વીરા, ખમા ખમા ખમાય રે.
Comments
Loading comments…