કડવું-૫૫
ઓખાહરણ
કામની એ જ્યારે કટક દીઠું , ઓખા થઈ નિરાશ,અરે ! દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ.વાલા કેમ વઢશો રે, મારા પાતળિયા ભરથાર. વાલા૦ (૧) ટેક.
અરે પિયુ તમે એકલા, કરમાં નથી ધનુષ ને બાણ;એ પાપી કોપીઓ, લેશે તમારા પ્રાણ. વાલા૦ (૨)
આછી પોળી ઘીએ ઝબોળી; માંહે આંબારસ ઘોળીતમે જમતા હું વીસરતી, ભરી કનક કટોરી. વાલા૦ (૩)
આળોટે- પાલોટે અવની પર, રૂદન કરે અપાર;બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વાલા૦ (૪)
વળી બેસે ઊઠીને, વળી થાય વદન વીકાસણ વીર;તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહેશે કેમ કોમળા શરીર. વાલા૦ (૫)
મારા માત-પિતાને જાણ થયું, ને કટકા મોકલ્યું પ્રૌઢ;પાપી બાપે કાંઇ નવ જાણ્યું, બાણાસૂર મહામૂઢ. વાલા૦ (૬)
Comments
Loading comments…