કડવું-૬૩
ઓખાહરણ
મધુરે ને સાદે રે હો, ઓખા રુવે માળિયે રે હો; બાઇ મારા પિયુને લઇ જાય,સખી મારા વતી નવ ખમાય, હમણાં કહેશે રે હો, પિયુજીને મારિયા રે. ૧.
બાઇ મારાં પેલાં તે ભવનાં પાપ, બાઇ મારો આવડો સો સંતાપ;શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે, હો પડજો સગા બાપને રે. ૨.
હાં રે મારા કંથની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય;આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડાપણ આવ્યું રે, હો બાળપણા વેશમાં રે. ૩.
Comments
Loading comments…