કડવું-૭૫

ઓખાહરણ

એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ;બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. ૧.

કોપ કરી કરશસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર;બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર. ૨.

રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ;મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. ૩.

નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માંય;તારા કુંવરના હાથ વાઢિયા, કહો શી વલે થાય ? ૪.

Comments

Loading comments…