કડવું-૭૬

ઓખાહરણ

શુકદેવ કહે તે વાત, વેવાણ આવિયાં રે,જેની જોવા સરખી જાત, વેવાણ આવિયાં રે. ૧.

માથે કેશ વાંસની જાળ, વેવાણ૦જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ૦ ૨.

જેના સુપડા જેવા કાન, વેવાણ૦જેનું મસ્તક ગિરિ સમાન, વેવાણ૦ ૩.

એની આંખ અંધારો કુપ, વેવાણ૦જેનું મુખ દીસે છે કદરૂપ, વેવાણ૦ ૪.

હળદાંડી જેવા દંત, વેવાણ૦દીઠે જાએ ન એનો અંત, વેવાણ૦ ૫.

એનાં સ્નત ડુંગર શાં ડોઝાં, વેવાણ૦કાને ઘાલ્યા છે હાથીના હોજાં, વેવાણ૦ ૬.

કોટે ખજુરાના તનમનીઆં, વેવાણ૦કાને ઊંટના ઓગનીયા, વેવાણ૦ ૭.

પગે રીંછ કલ્લાં વિકરાળ, વેવાણ૦કહેડે પાડાની ઘુઘરમાળ, વેવાણ૦ ૮.

વાંકડા સરપ એને હાથે, વેવાણ૦બળતી સઘડી મુકી માથે, વેવાણ૦ ૯.

જેની પીઠ ડુંગરશાં ડોઝાં, વેવાણ૦એના મસ્તકમાં ફરે રોઝાં, વેવાણ૦ ૧૦.

મુખ બોલે વચન વિકરાળ, વેવાણ૦દેખી પડે જાદવને ફાળ, વેવાણ૦ ૧૧.

કોટડા આવ્યા જ્યાં મોરાર, વેવાણ૦કુંવરે સાસુ ખોળી સાર, વેવાણ૦ ૧૨.

Comments

Loading comments…