કડવું-૭૭

ઓખાહરણ

કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ;જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ. (૧)

કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક;દીન જાણી દયા કરો, એ છે મારો રાંક. (૨)

ચક્ર ચતુરભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ;નવસેં છન્નુ કર છેદી નાંખ્યાં, રાખિયા ચાર હાથ. (૩)

રુધિરભર્યો આંસુ ગાળતો, આવિયો શિવની પાસ;એમ કહીને પાયે લાગ્યો, સાંભળો ગતિ કૈલાસ. (૪)

એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ;સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયાઈશ. (૫)

(વલણ)

મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે;સદાશિવ યુદ્ધે ચઢ્યા, તેણે ધ્રુજી ધરા અપાર રે. (૬)

Comments

Loading comments…