કડવું-૭૯
ઓખાહરણ
આ બેમાં કોને નિદુ તે, સાંભળો શિવ રણછોડજી;વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી. (૧)
શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી;હરિહર બે કોટે વળગ્યા, દીધું ઝાઝું માનજી. (૨)
શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી;વઢનારા કોઈ હશે પણ, આપણ એકના એકજી. (૩)
કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુળજી;બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. (૪)
શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી;અલ્યા તુજને ભુજ આપ્યા, માટે વઢવા આવ્યો મુજ સાથજી. (૫)
વળી હોંશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથજી;મદમત્સર અહંકારથી તેં, ખોયા હજાર હાથજી. (૬)
બાણાસુર કહે હવે હું વઢું તો, છેદે મારું શીશજી;બાણાસુર ચરણે લાગ્યો, સાંભળો ઉમીયાઇશજી. (૭)
(વલણ)
મેં ખોયા હાથ હજાર ને, હવે શિર છેદાવું રે;જેમ તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. (૮)
Comments
Loading comments…